વિકી-સારાની અનટાઇટલ્ડ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું……

0
545

વિકી કૌશલ અને સારા અલી ખાને તેમની અનટાઇટલ્ડ ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને ‘મિમી’નો ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે શરીબ હાશ્મી પણ જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મનું શૂટિંગ ઇન્દોરમાં ચાલી રહ્યું હતું. ફર્સ્ટ શેડ્યુલ પૂરું થતાં જ પૂરી ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શરીબ હાશ્મીએ કૅપ્શન આપી હતી, ‘અનટાઇટલ્ડ ફિલ્મના સેટ પર સુંદર યાદોનો સંગ્રહ ડ્રીમ ટીમ સાથે એકઠો કર્યો છે. મૅડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર સર, આપને દિલ જીત લિયા એકદમીચ. વિકી કૌશલ, હું હવે તમારો મોટો ફૅન બની ગયો છું. સારા અલી ખાન, તું સ્ટાર્સ જેવું વર્તન કેમ નથી કરતી? તું સ્વીટહાર્ટ છે. રાકેશ બેદી સર, તમારી સાથે સ્ક્રીન શૅર કરવી મારા માટે સન્માનની બાબત છે. સુશ્મિતા મુખરજીજી તમે કમાલનાં છો. નીરજ સૂદ ભાઈ, તમારી સાથે હવે ક્યારે મુલાકાત થશે? ઉચ્ચારણ શીખવાડનાર પ્રતીક્ષાજી, ઇન્દોરના નવા-નવા શબ્દો શીખવાડવા માટે ખૂબ-ખૂબ આભાર. ડિરેક્શન ટીમ ખૂબ નિપુણ છે. આ ફિલ્મની જર્નીને સરળ અને યાદગાર બનાવવા માટે દરેકનો આભાર.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here