વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલના પ્રાંગણમાં ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયો…

0
189

આજરોજ તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ને સોમવારે વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલ ના પ્રાંગણમાં પ્રોજેક્ટ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 12 ના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કુલ 75 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરી પોતાના કૌશલ્યને પ્રદર્શિત કર્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગરથી પ્રાધ્યાપક શ્રી કે. એસ. પરમાર સાહેબ, સત્ કેવલ મંદિરના મહંત શ્રી જનકદાસજી સ્વામી , ચિલોડા મોટી હાઇસ્કુલ ના આચાર્યશ્રી માકાણી સાહેબ, સિહોલી મોટી હાઇસ્કુલના આચાર્યશ્રી સી. એસ. ઠાકોર સાહેબ તથા શ્રી રસિકભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રોજેક્ટ પ્રદર્શનના અંતે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અજીતસિંહ વાઘેલા સાહેબ તથા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ પ્રદર્શનની સફળતા બદલ સંસ્થા ના પ્રમુખ શ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબે અને શાળા ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પ્રજાપતિ સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા.