વિદ્યુત જામવાલે ટ્રેનની છત પર ખતરનાક સ્ટંટ કર્યો!!!

0
317

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડેયરડેવિલ વિદ્યુત જામવાલ હંમેશા પોતાની ફિટનેસ અને એક્શનની સાથે ફેન્સને હેરાન કરી દે એવા હોય છે. દુનિયાભરમાં વિદ્યુત જામવાલનું જબરજસ્ત ફેન ફોલોઇંગ છે, જેના કારણે એક્ટરના નવા-નવા કારનામા હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા રહે છે. આ દિવસોમાં વિદ્યુત જામવાલની અપકમિંગ એક્શન ફિલ્મ ક્રેકના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે. આ કારણે વિદ્યુત જામવાલ સતત ચર્ચામાં બની રહે છે. એક્ટર વિદ્યુત જામવાલે ફિલ્મ ક્રેકના એક્શન સીન શેર કર્યા છે, જેમાં એમના ખતરનાક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં વિદ્યુત જામવાલ ટ્રેનની છત પર ખતરનાક સ્ટંટ કરતો જોઇ શકાય છે.આજે બોલિવૂડના મોટા એક્શન સ્ટાર્સમાં વિદ્યુત જામવાલની ગણતરી થાય છે, જે હંમેશા પોતાની ફિલ્મમાં કોઇને કોઇ જોખમી સ્ટંટ કરે છે. પોતાના સોશિયલ મિડીયા પર હંમેશા કોઇને કોઇ એવી પોસ્ટ કરતા રહે છે જેના કારણે અનેક વાર વિવાદોમાં પણ ફસાઇ જાય છે. જો કે આ વખતે એક્ટરે જે કર્યુ છે એ જોઇને તમે પણ ચોંકી જશો. વિદ્યુત જામવાલનો ટ્રેન સ્ટંટ જોઇને હોંશ ઉડી જશે.