વિરાટ-અનુષ્કાએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી 6th વેડિંગ એનિવર્સરી

0
190

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે વિરાટ-અનુષ્કા એમની છઠ્ઠી વેડિંગ એનિવર્સરી કેવી રીતે સેલિબ્રેટ કરી છે.બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નને 6 વર્ષ થઇ ગયા છે. 6 વર્ષ પૂરા થતા કપલે આ મસ્ત અંદાજમાં વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશન કરી છે. કપલે આ ખાસ દિવસને એમના મિત્રો સાથે મસ્ત અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશનની કેટલીક તસવીરો સામે આવી છે,અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ફાઇનલી પોતાની વેડિંગ એનિવર્સરીની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી દીધી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટગ્રામ સ્ટોરી પર એમની સેલિબ્રેશનની પાર્ટીની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે અનુષ્કાએ બ્લેક શોલ્ડર લેસ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં અનુષ્કા સુપર ક્યૂટ લાગી રહી છે, જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા સાથે ટ્વીનિંગ કરીને બ્લેક ફોર્મલ કપડા પહેર્યા છે. બ્લેક ફોર્મલમાં વિરાટ હેન્ડસમ હિરો લાગી રહ્યો છે.અનુષ્કા જણાવે છે કે અમે અમારો સ્પેશિયલ ડે અમારા મિત્રો અને પરિવાર સાથે વિતાવ્યો.ક્રિકેટર વિરાટ કોહલીએ પણ એના ઇન્સ્ટાગ્રામ પર પત્ની અનુષ્કા શર્મા સાથેની તસવીર શેર કરી છે. તસવીરમાં વિરાટ પોઝ આપતા જોવા મળી રહ્યો છે, જ્યારે અનુષ્કા એની પાછળ છુપાયેલી જોવા મળી રહી છે. વિરાટે ફોટાની સાથે કેપ્શનમાં રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ શેર કર્યુ છે.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઇટાલીમાં ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે એના લગ્નમાં પિંક કલરનો સબ્યસાચીનો ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો, જ્યારે વિરાટે પણ અનુષ્કા સાથે ટ્વિનિંગ કર્યુ હતુ. ત્યારબાદ કપલે દિલ્હી અને મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યુ હતુ. દિલ્હી રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ શામેલ થયા હતા. હાલમાં કપલને ક્યૂટ દીકરી વામિકા છે. જ્યારે ખબરો અનુસાર અનુષ્કા શર્મા હાલમાં બીજી વાર પ્રેગનન્ટ છે.