વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ : શહેરો રોશનીથી ઝગમગી ઉઠયા

0
655

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ લોકો પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષને આવકારવા માટે વિવિધ સ્થળોએ જઈ રહ્યા છે. દિલ્હીથી કોલકાતા સુધી, દરેક જગ્યાએ લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા છે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. શહેરો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે અને લોકો નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.