વીજપુરવઠો કંપનીનો દરવાજો શોધવામાં નાગરિકો ધોળે દિવસે અંધારે અથડાય છે…!!

0
180

પાટનગરમાં વીજપુરવઠાની કામગીરી સંભાળતી ટોરેન્ટ પાવરની
સે.૧૧ ખાતેની નવનિર્મિત કચેરીમાં જનાર નાગરિકોએ પ્રવેશ માટેનો મુખ્ય
દરવાજો શોધવા માટે ધોળે દિવસે અંધારે અથડાવા જેવું થાય છે. ગાંધીનગર શહેર
વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઈ બુચે જણાવ્યું છે કે શહેરમાં વીજપુરવઠો
સપ્લાય કરી ટોરેન્ટ કંપનીની નવી કચેરી સે.૧૧માં સ્થળાંતરિત કરવામાં આવી છે.
નવનિર્મિત આ કચેરીમાં પ્રવેશવા માટે કોઈ દિશા સૂચક બોર્ડ લગાડવામાં આવેલ
ન હોઈ મુખ્ય દરવાજો કઈ તરફ છે અ બાબતે ગ્રાહકો-નાગરિકો આમતેમ
અટવાતા રહે છે. મુખ્ય પ્રવેશદ્વાર સરળતાથી નજરે ચઢે તેમ ન હોઈ
મુલાકાતીઓ ગોટે ચઢે છે…!! રહેણાંક કે કોમ્પ્લેક્ષ, કચેરીઓ ઉપરાંત
સ્ટ્રીટલાઈટમાં વીજપુરવઠો બંધ હોવાની મુશ્કેલી સંદર્ભે ફરિયાદો તેમજ અન્ય
મહત્ત્વના કામ માટે નાગરિકોની સતત આવજા રહેતી હોવાથી પ્રવેશમાં સરળતા રહે તે માટે દિશાસૂચક બોર્ડ મુખ્ય તથા
આંતરિક માર્ગો તરફ કચેરી નજીક મૂકવામાં આવે તેવી માગણી અરૂણ બુચ,
કિશોર જીકાદરા તથા સુધીરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી છે.