શહેરમાં 31મી માર્ચથી 7મી એપ્રિલ દરમ્યાન દવાનો છંટકાવ કરાશે 

0
1019

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નોવેલ કોરોના વાયરસને નાથવા માટે સોડિયમ હાઇપો કલોરાઇડ દવાનો છંટકાવ કરવાની કામગીરીનું સુચારું આયોજન કર્યું છે. આ દવાનો છંટકાવ આજે તા. ૩૧મી માર્ચ ૨૦૨૦ થી આગામી તા. ૦૭મી એપ્રિલ, ૨૦૨૦ દરમ્યાન કરવામાં આવશે. આ દવાનો છંટકાવ ફાયર બ્રિગેડના વાહનો દ્વારા કરવામાં આવશે, તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.એસ.દવે જણાવ્યું છે.આ દવાનો છંટકાવ કરવાની કામગીરી તા. ૩૧મી માર્ચના રોજ સેકટર- ૪,૮,૯,૨૩,૨૪ અને ૨૫ માં કરવામાં આવશે. તેમજ તા. ૦૧ એપ્રિલના રોજ સેકટર- ૩ એ/ન્યુ, ઇન્ફોસીટી, ધેાળાકુવા, સેકટર- ૧૯,૨૦ ૨૭, અને ૨૮ માં કરવામાં આવશે. તે ઉપરાંત તા. ૨ એપ્રિલના રોજ સેકટર-૫,૧૬,૧૭,૨૧,૨૨ અને ૨૬, તા. ૦૩ એપ્રિલના રોજ સેકટર- ૬,૭,૨૫,૨૬ જીઆઇડીસી, ૨૯ અને ૩૦, તા.૦૪ એપ્રિલના રોજ સેકટર- ૧,૨,૧૪,૧૫ અને ફતેપુરા તથા ગોકુળપુરા, તા. ૦૫ એપ્રિલ ના રોજ સેકટર – ૧૦,૧૧,૧૨,૧૩,૧૪ અને આદિવાડા, તા. ૬ એપ્રિલ ના રોજ ઇન્દ્રોડા, બોરીજ, પાલજ અને બાસણ ગામમાં અને તા. ૭મી એપ્રિલના રોજ જીઇબી કોલોની અને છાપરા,
ચરેડી છાપરા, સેકટર-૩૦ તથા જી.એસ.ટી એરિયામાં દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દવા છંટકાવથી કોઇ નાગરિકને ન ગભરાવવા માટે ખાસ અપીલ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here