રાત્રે 12ના ટકોરે દ્વારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત અને દેશ દુનિયાના ઇસ્કોન મંદિરોમા પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવી હતી. ભગવાનનાં દર્શન માટે ભક્તોનું મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય રણછોડ, માખણ ચોર તથા હાથીઘોડા પાલખી, જય કનૈયા લાલ કી ના સૂત્રો સાથે ભક્તા ઝૂમી ઉઠ્યા હતાં.