શું પાટનગરમાં પાણીની સમસ્યા કાયમી બની જશે ?

0
145

શહેરમાં પાણી બાબતે છાશવારે સમસ્યાઓ સામે આવી રહી છે. જેના કારણે દર 2 સપ્તાહમાં પાણી વિતરણ કરતી સરકારી કચેરીઓમાં પાણી મુદ્દે ફરિયાદો મળી રહી છે. પરંતુ પાણી પુરવઠો પૂરો પાડનાડ પાણી પૂરવઠા બોર્ડ સામે કોઈનું કંઈ ઉપજતું જ ના હોય તેમ લાગી રહ્યું છે. પાણી વિતરણ કરતાં પાટનગર યોજના વિભાગ પણ આ મુદ્દે ટકોર કરીને થાક્યું છે.શહેરના તમામ સેક્ટરોમાં પાણીની ભરશિયાળે બૂમો પડી હતી. વાપરવા લાયક પાણી તો થીક પરંતુ પીવાના પાણી માટે પણ શહેરીજનોને ફાંફા પડી ગયાં હતાં. ત્યારે પાટનગરમાં પાણીની સમસ્યા કાયમી બની હોય તેવું જોવાં મળી રહ્યું છે. જેનું નિરાકરણ લાવવા માટે કોઈ પણ અધિકારીને રસ ના હોય તેમ જણાય છે.પાણી પૂરવઠા બોર્ડે મેઈન્ટેનન્સનું કારણ આપ્યું , પાણી વિતરણ કરનારા વિભાગને જણાવ્યું જ નહીં.