શેફાલી જરીવાલાનું મૃત્યુ હાર્ટ એટેકથી નથી થયું? અભિનેત્રીના ઘરે પહોંચી ફોરેન્સિક ટીમ, મુંબઈ પોલીસ

0
365

‘કાંટા લગા ગર્લ’ અભિનેત્રીનું ૪૨ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે, જોકે મુંબઈ પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે; ફોરેન્સિક ટીમ અભિનેત્રીના ઘરે પહોંચી છે, ત્યાં સ્ટાફ અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા, જેણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડ્રસ્ટી અને ફેન્સને ચોંકાવી દીધા. ૪૨ વર્ષની ઉંમરે અભિનેત્રીના અચાનક મૃત્યુથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેત્રીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે, પરંતુ પરિવાર કે નજીકના લોકોએ તેની હજી સુધી પુષ્ટિ કરી ન હતી. હવે મુંબઈ પોલીસે શેફાલીના મૃત્યુના કારણ અંગે મોટો ખુલાસો કર્યો છે.