શ્રદ્ધા મર્ડર કેસ : પોલીગ્રાફ ટેસ્ટ પૂરો,પહેલી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે….

0
381

શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પૂરો થઈ ગયો છે. આફતાબના પોલીગ્રાફ  ટેસ્ટનો ફાઈનલ રિપોર્ટ  તૈયાર થઈ રહ્યો છે. ત્યારબાદ આફતાબનો પહેલી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઝી મીડિયા પાસે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન એક્સપર્ટના સવાલ અને આફતાબના જવાબની એક્સક્લુઝીવ માહિતી છે. જે મુજબ આફતાબે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ કરનારા ફોરેન્સિક અધિકારીઓના હવાલે માહિતી મળી છે કે પોલીગ્રાફી ટેસ્ટમાં આફતાબે કબૂલ કર્યું છે તે તેણે શ્રદ્ધાની હત્યા કરી. આફતાબને શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી. ઝી મીડિયા પાસે આફતાબનો જે એક્સ્કલુઝીવ રિપોર્ટ છે તે મુજબ આફતાબે 15 દિવસના કાવતરા બાદ શ્રદ્ધાના 35 ટુકડાં કર્યા. હત્યા કરવાના હેતુથી જ તે શ્રદ્ધાને દિલ્હી લાવ્યો હતો. આ વર્ષ 2022ની શરૂઆતમાં બંનેના સંબંધ ખરાબ થવાના શરૂ થઈ ગયા અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં શ્રદ્ધા આફતાબથી સંપૂર્ણ રીતે અલગ થઈ એક નવી જિંદગી શરૂ કરવા માંગતી હતી. પરંતુ આફતાબ ક્યારેય એ નહતો ઈચ્છતો કે શ્રદ્ધા તેને છોડીને કોઈ બીજા પાસે જતી રહે. આથી આફતાબે તેને એક છેલ્લી તક આપવા અને બંનેના સંબંધોની એક નવી શરૂઆત કરવાની કોશિશમાં બંને ઉત્તરાંચલ અને હિમાચલની એક લાંબી ટૂર પર નીકળી પડ્યા. પરંતુ આ ટૂર દરમિાયન પણ આફતાબ સતત બીજી યુવતીઓ સાથે વાત કરતો રહેતો હતો. ત્યારબાદ હિમાચલ ટૂર દરમિયાન પણ આફતાબ અને શ્રદ્ધાનો ઝઘડો થયો હતો. આફતાબના બીજી યુવતીઓ સાથેના સંબંધને કારણે શ્રદ્ધાએ 3 મેના રોજ આફતાબથી સંપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો હતો અને આ વાત શ્રદ્ધાએ આફતાબને પણ બતાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસને કેટલાક એવા પણ પુરાવા મળ્યા છે કે જેનાથી જાણવા મળે છે કે આફતાબ પાછો મુંબઈ જવાની જગ્યાએ જાણી જોઈને શ્રદ્ધાને દિલ્હી લાવ્યો અને એવી જગ્યાએ તેણે ઘર લીધું જ્યાં તે ખુબ સરળતાથી શ્રદ્ધાની હત્યા કરીને લાશ ઠેકાણે લગાવી શકે. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસને એવું લાગે છે કે આફતાબ  શ્રદ્ધાની હત્યા કરવાના હેતુથી જ તેને દિલ્હી લાવ્યો હતો.