Home News Entertainment/Sports સનીલીઓની: માત્ર એક્ટિંગ ના ચાલે, કમ્પલિટ એન્ટરટેઈનર બનવું જરૂરી

સનીલીઓની: માત્ર એક્ટિંગ ના ચાલે, કમ્પલિટ એન્ટરટેઈનર બનવું જરૂરી

0
268

સની લીઓનીએ બેબી ડોલ, ચાર બોટલ વોડકા અને સૈયાં સુપર સ્ટાર જેવા હિટ સોન્ગ્સમાં આપેલું પરફોર્મન્સ ખૂબ લોકપ્રિય રહ્યું છે. સનીના મ્યૂઝિક વીડિયોમાં તેના સ્ટેપ્સ જોઈને ઓડિયન્સ પણ ઝૂમવા માંડે છે. જિસ્મ 2થી બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે શરૂઆત કરનાર સની સતત સારા રોલની શોધમાં રહે છે. ચાર્ટ બસ્ટર સોન્ગ્સમાં લોકપ્રિયતા હાસલ કરવાની સાથે સનીએ એક્ટર તરીકે પણ ઓળખ ઊભી કરી છે. સનીનું માનવું છે કે, સક્સેસ માટે માત્ર એક્ટિંગથી કામ ના ચાલે. તેના માટે કમ્પ્લિટ એન્ટરટેઈનર બનવું જરૂરી છે.
સનીની કરિયરમાં મ્યૂઝિકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે સનીએ કહ્યું હતું કે, મ્યૂઝિક દરેક વ્યક્તિના રોજિંદા જીવનનો હિસ્સો છે. રોમેન્ટિક, ધમાલિયા કે સ્લો મ્યૂઝિક વીડિયોઝે કરિયરમાં મોટો રોલ ભજવ્યો છે. ઈન્ડિયન ફિલ્મોમાં ગીતો મહત્ત્વના છે અને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ મેળવનારા ‘નાટુ નાટુ’ સોન્ગે ફરી આ હકીકત સાબિત કરી છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર એક્ટર તરીકે જાતને સ્થાપિત કરવાનું મહત્ત્વ નથી, પરંતુ તે સાથે કમ્પ્લિટ એન્ટરટેઈનર બનું જરૂરી છે. જેમાં મ્યૂઝિક ટોપ પ્રાયોરિટી પર છે.
સનીને ઓનસ્ક્રિન ઠુમકા મારવાનું ગમે છે, પરંતુ સનીએ ડાન્સની પદ્ધતિસરની તાલીમ લીધેલી નથી. સનીએ જણાવ્યું હતું કે, ડાન્સ નંબર કરવા ગમે છે. ટ્રેનિંગ લીધેલી નથી, પરંતુ શૂટિંગ દરમિયાન જ રિહર્સલ કરીને ડાન્સ સ્ટેપ્સ શીખી લઉં છું. આકરી પ્રેક્ટિસ કરીને સારો ડાન્સ કરવા હંમેથા મથામણ કરતી રહું છે. સની લીઓની એક દીકરિ નિશા અને બે દીકરા એશર-નોહાને ઉછેરવાની સાથે એક્ટિંગમાં પણ આગળ વધી રહી છે. સનીએ કરિયર પરથી ક્યારેય ફોકસ હટાવ્યું નથી. આ અંગે તેણે જણાવ્યું હતું કે, દરેક પેરેન્ટની જેમ બાળકો તેની ટોપ પ્રાયોરિટી છે. ત્રણ બાળકો સાથેની ક્ષણને વેડફી દેવાનું તેને ગમતું નથી. આ સાથે કરિયર પણ મહત્ત્વની છે. કામ કરતા રહેવાથી માનસિક આરોગ્ય સારું રહે છે. તેથી વર્કિંગ મધર રહેવાનું તેને ગમે છે અને આ માટે દરેક કામની પ્રાયોરિટી નક્કી કરીને આગળ વધું પડે છે.