સની દેઓલની ‘બટવારા 1947’નું ટ્રેલર રિલીઝ….

0
32

સની દેઓલ, શબાના આઝમી અને પ્રીતિ ઝિન્ટા અભિનીત આ ફિલ્મ 1947ના ભાગલાની પીડા અને માનવતાની શક્તિશાળી કહાની રજૂ કરે છે.આમિર ખાન પ્રોડક્શન્સની (Aamir Khan Productions) આગામી ફિલ્મ ‘બટવારા 1947’ નું ટ્રેલર (Batwara 1947 Trailer) રિલીઝ થઈ ગયું છે. રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મ 14 ઓગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ટ્રેલરમાં વર્ષ 1947ના ભારતના ભાગલાની કરૂણ પૃષ્ઠભૂમિ દર્શાવવામાં આવી છે. એક પરિવાર કેવી રીતે હિંસા, ડર અને બળજબરીથી થયેલા સ્થળાંતરના કારણે વિખેરાઈ જાય છે તેની ભાવનાત્મક ઝલક જોવા મળે છે. ભાગલાની દુઃખદ ઘટના સાથે જોડાયેલી માનવ લાગણીઓને ફિલ્મમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.‘બટવારા 1947’માં સની દેઓલ ઉપરાંત શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ જેવા જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં તમામ કલાકારોની અસરકારક ઝલક જોવા મળે છે.