નરેન્દ્ર મોદી અઠવાડીયાની અમેરિકા યાત્રાબાદ થોડા જ સમયમાં નવી દિલ્હી પરત ફરવાનાં છે. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) તેમના સ્વાગતમાં અનેક કાર્યક્રમ આયોજીત કર્યા છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર જે પ્રકારે દેશનું ગૌરવ વધાર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના મંચથી પાકિસ્તાનને બેનકાબ કર્યું છે, તેને જોતા એક મોટી ઉજવણીની તૈયારી કરવામાં આવી છે.
– એરપોર્ટ પર હાજર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો
– 130 કરોડ દેશવાસીઓની સામે નતમસ્તક થયા વડાપ્રધાન મોદી વ્યક્ત કર્યો આભાર.
– 2014માં પણ ચૂંટણી જીત્યા બાદ અમેરિકા UN સમિટમાં ગયો હતો અને 2019માં પણ ગયો
– જો કે ભારત પ્રત્યે માન સન્માન વધ્યું છે, ગત્ત વર્ષી તુલનાએ સન્માનમાં વધારો થયો છે.
– આ સન્માનનું કારણ 130 કરોડ ભારતીયો છે જેમણે વધારે મજબુતી સાથે સરકાર બનાવી છે.
– યુએનમાં ભારતનું વિરાટ સ્વરૂપ મે અમેરિકામાં જોયું, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીયોએ પણ ખુબ જ પ્રેમ આપ્યો.
– હાઉડી મોદી કાર્યક્રમની ભવ્યતા, અમેરિકાનાં રાષ્ટ્રપતિનું હાજર રહેવું ભારતની શક્તિનું પ્રદર્શન છે.
– આટલા ઓછા સમયમાં હ્યુસ્ટન અને ટેક્સાસનાં ભારતીયોએ જે શક્તિ પ્રદર્શન કર્યું ત અનોખું છે.
– આ શક્તિપ્રદર્શનથી રિપબ્લિકન અને તમામ અમેરિકન પાર્ટીઓએ અચંબિત થઇ ગયા.
– ન્યૂયોર્કમાં પણ દરેક વ્યક્તિનાં મોઢે માત્ર એક જ શબ્દ હતો હાઉડી મોદી, સમગ્ર વિશ્વ પર હિન્દુસ્તાનીઓ કેવો પ્રભાવ પેદા કરી શકે છે તેનો સુચક કાર્યક્રમ હતો.
– ભારતીયો કઇ રીતે વિશ્વનું દિલમાં વસે છે અને દિલ જીતવ સક્ષમ છે તે મે મારી આંખોથી અનુભવ કર્યો.
– હું આજે ભારતની ધરતી પરથી તમામ અમેરિકામાં વસતા આપણા ભાઇ બહેનોનો વિશેષ આભાર વ્યક્ત કરુ છું.
– આજે વિશ્વમાં ભારતની આન-બાન-શાનની ચર્ચા તો છે જ પરંતુ ભારત તરફ જોવાનો લોકોનો દ્રષ્ટીકોણ પણ બદલાયો છે.
– આજે ભારતની સ્વિકૃતી વધી છે અને ભારત માટે આદર માન પણ વધ્યું છે. જેનો શ્રેય અહીં અને વિદેશમાં વસતા મારા ભાઇઓ બહેનોને છે.
– મિત્રો આજે 28 સપ્ટેમ્બર છે, 3 વર્ષ પહેલા પણ એક 28 સપ્ટેમ્બરના દિવસે હું આખી રાત એક મિનિટ માટે પણ ઉંધી શક્યો નહોતો.
– આખી રાત જાગતો રહ્યો અને ટેલિફોનની ઘંટડી ક્યારે વાગશે તેની રાહ જોઇ રહ્યો હતો, તે 28 સપ્ટેમ્બરે ભારતીય વિર જવાનોની સ્વર્ણીમ ગાથા લખાવાની હતી, કારણ કે આ જ દિવસે સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.
– ભારતીય સૈન્યએ પોતાની શક્તિ દેખાડી હતી. હું તે જવાનો કે જે મોતને મુઠ્ઠીમાં લઇને ગયા હતા તેમનું અભિનંદન કરૂ છું.
– સાથીઓ કાલથી નવરાત્રીના પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, હિનદુસ્તાનનાં દરેક ખુણે શક્તિ ઉપાસનાનો પ્રારંભ થઇ રહ્યો છે.
– હું તમામ દેશવાસીઓને નવરાત્રીના પાવન પર્વ અને દુર્ગા ઉપાસનાના પાવન પર્વની હૃદય પુર્વક શુભકામના આપુ છું.