સરકારી જમીનોના દબાણો જીઓ મેપીંગ પદ્ધતિથી દૂર કરાશે

0
1163

ગાંધીનગર:સરકારી જમીન પરગેરકાયદેસર દબાણોની ગંભીર સમસ્યા નિવારવા માટે રાજયસરકારે જીઓ મેપીંગ પદ્ધતિ અપનાવી આ દિશામાં જરૂરીકાર્યવાહી કડકહાથે કરવા જિલ્લા કલેક્ટરોને આદેશ આપી દીધા છે. આ સાથે જમીનનો રી સર્વે કરવા પણ જણાવાયું છે.ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખોત મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષપદે મળેલી રાજ્યકક્ષાની કલેક્ટરકોન્ફરન્સમાં જમીન સહિતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા સંદર્ભે ચર્ચા હાથ ધરી જરૂરી
સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જેમાં વિવાદીત જમીનોના કેસોનો ઝડપી નિકાલકરવા ઉપરાંત રાજ્યભરમાં ગંભીર સમસ્યા બની રહેલા સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી, આ પ્રકારોના દબાણોના સઘન સર્વે જિલ્લાવાર કરવા જણાવાયું હતું.સાથે જ મોબાઈલ જીપીએસ ના માધ્યમ થી જીઓ ટેગિંગ પદ્ધતિ દ્વારા જમીન સર્વે ની વડોદરા જિલ્લા માં અસરકારક બની રહેલી મોડલ રુપ કામગીરી નેઅમલમાં મૂકી કાર્યવાહી કરવા તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ કામગીરી માં ડ્રોન પણ ઉપયોગમાં લઇ દબાણો દૂર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here