સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો

0
1235

સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે. 31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે. જ્યારે 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો હોવાનું તેમણે ઉમેર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here