કોરોનાના વધતા જતા કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં 300ના બદલે 600 બેડની કોવિડ હોસ્પિટલ બનાવાશે. આથી નવી હોસ્પિટલના મેડિસિન, ઓર્થોપેડિક, આંખ, બાળકો, સર્જરી, ડેન્ટલ, સ્ક્રીન, ઇએનટી સહિતના વોર્ડને જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવશે. હાલમાં કોરોનાને પગલે ઇન્ડોર 150 જેટલા દર્દી છે.600 બેડની કોવિડ હોસ્પિટલ નવા બિલ્ડિંગમાં Tભી કરવાની હોવાથી 8 માNની નવી બિલ્ડિંગમાં આવેલા વોર્ડેને જુના બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે. કોરોના સંક્રમણથી હૉસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓ ભોગ ન બને તે માટે તમામ વોર્ડને જૂના બિલ્ડિંગમાં ખસેડવાનો નિર્ણય સિવિલ સત્તાધીશોએ લીધો છે. જોકે હાલમાં કોરોના વાયરસને પગલે હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં ઓટ આવી છે. ત્યારે ઇન્ડોર દર્દીઓમાં ઓર્થોપેડિક, સર્જરી, મેડિસીનના થઇને અંદાજે 90 જેટલા દર્દીઓ ઇન્ડોર સારવાર લઇ રહ્યા છે.