સુપ્રીમ કોર્ટમાં પણ કોરોના વાયરસનો ચેપ ફેલાઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટના ચાર વર્તમાન જસ્ટિસને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટના બે જજ પણ કોરોના પોઝિટિવ થયા હતા. આ સિવાય સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીના લગભગ 150 કર્મીઓ કોરોના પોઝિટિવ છે અથવા ક્વોરેન્ટાઈન હેઠળ છે. આ પ્રકારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત 342 જજોની ક્ષમતા ધરાવતી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ચાર એટલે 12.5 ટકા પોઝિટિવિટી રેટ થઈ ગયો છે. ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાએ ગુરુવારે જ સપ્તાહમાં ત્રણ દિવસ પહેલા કેસોની પ્રત્યક્ષ સુનાવણી પર રોક લગાવી હતી.
એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે, હવે ચારથી છ સપ્તાહ સુધી ફિઝિકલ સુનાવણી શક્ય નથી. સાથે જ દ્વિતીય લહેરની જેમ જજોને પોતાના નિવાસ કાર્યાલયોથી વર્ચુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના સૂત્રોના કહેવા અનુસાર મંગળવારે જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની વિદાય પાર્ટી દરમિયાન એક જજ, જેમને તાવ આવ્યો હતો, એ પણ પાર્ટીમાં ઉપસ્થિત હતા, બાદમાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
ત્યારબાદ ગુરુવારે ચીફ જસ્ટિસ રમન્ના અને ચાર અન્ય વરિષ્ઠ જજોને પરિસ્થિતિની ગંભીરતાથી સમજીને એક બેઠક યોજી હતી. એટલા માટે સુપ્રીમ કોર્ટની પાંચ બેન્ચની કામગીરી અડધો કલાક મોડી શરૂ થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હવે જજ કોર્ટને બદલે પોતાના નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી સુનાવણી કરશે, એ પણ ખૂબ જરુરી કેસોની, જામીનના કેસો, સ્ટે સંલગ્ન કેસો અને નિશ્ચિત તારીખના કેસોની સુનાવણી 10મી જાન્યુઆરીથી કરાશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર 7 જાન્યુઆરી 2022થી તમામ કેસોની સુનાવણી વર્ચુઅલ મોડથી કરાશે.