સુરતમાં અનરાધાર વર્ષા….

0
78

સુરતમાં ગઈકાલ બપોર પછીથી મોડી રાત્રિ સુધી વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ઠેર ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. આર્યુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ ઓસર્યા નથી. હજી સોસાયટીઓ બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લિંબાયત મીઠી ખાડી નજીક પાણી ભરાતા લોકોએ દુકાનો બંધ રાખી છે. માલ-સમાનને નુકસાન થયું છે.

સુરતના ઉપરવાસમા વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. રાજહંસ ફેબ્રિજો ,સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ છે. ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કારણ કે વહેલી સવારથી કામ પર નીકળી માર્કેટ આવ્યા ત્યાં માર્કેટ બંધ હોવાથી હેરાન થયા હતા.