શહેરના લોકો માટે આજથી શાકભાજી મેળવવું મુશ્કેલ થશે. સુરત મહાનગરપાલિકાએ આજેથી શહેરમાં શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં પણ APMC માર્કેટ પણ આજથી બંધ રહેશે. શહેરમાં 16 જેટલા શાકભાજી વિક્રેતાઓના કેસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું હતુ. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવી દેવાનું એસએમસીએ કહ્યું હતું. માત્ર આ બે ઝોન જ નહી શહેરના દરેક મ્યુનિ. ઝોન માટે આ નિર્ણય લાગુ પાડવામાં આવ્યો હતો.