સુરતમાં રોગચાળો વધ્યો, વધુ 3 લોકોના થયા મોત…

0
121

વરસાદે વિરામ લીધો છે પણ વરસાદ પછી મચ્છર જન્ય અને પાણીજન્ય રોગના વાવરે શહેરમાં ભરડો લીધો છે. હોસ્પિટલ અને દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, તાવ જેવા કારણોસર ત્રણ બાળકો સહિત પાંચના મોત નીપજ્યા છે. પાલિકાના આરોગ્ય વિભાગે આ પાંચેયના મોત પાછળના જે કારણો વહેતા થયાં હતાં, તેને નકાર્યા છે પરંતુ સાથોસાથ હાલની સ્થિતિમાં લોકોને કાળજી રાખવાની તાકીદ જરૂર કરી હતી.

નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી પ્રમાણે જે પાંચ લોકોના મોત થયાં હતાં, તેમાં મૂળ યુપીના ઇરફાન અબાજ બે વર્ષથી સુરતમાં સિલાઈકામ કરી રોજગારી મેળવી રહ્યા હતા. તેને તાવ આવતા બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે ઘરે આવ્યાના ત્રીજા દિવસે ફરી તાવે ઉથલો માર્યા બાદ કમળો થઈ ગયો હતો. સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.