રાજ્યમાં લગભગ દરરોજ આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ડાયમંડ સિટી સુરતમાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. હકીકતમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતના 8 બનાવોએ ખળભળાટ મચાવી દીધો છે. આ આત્મહત્યાના બનાવોમાં કેટલાકે આર્થિક સંકડામણના કારણે તો કેટલાકે સામાન્ય કારણોસર આપઘાત કર્યો છે. સાથે જ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છે.
સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, બે દિવસમાં ભાજપના મહિલા નેતા સહિત 8 લોકોએ જીવનનો અંત આણ્યો છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીના કારણે જીવનનો અંત આણ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ ન મળતા સંજય રામજી મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે.
આ સાથે ડાયમંડ સિટીમાં 4 યુવકો, 2 આધેડ અને 2 યુવતીઓએ આત્મહત્યા કરી છે. દારૂ પીવાનું છોડી દેવાની ઠપકો આપતાં આધેડએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય એક યુવક અને યુવતીએ પણ સામાન્ય ઘરેલું ઝઘડાને કારણે આપઘાત કરી લીધો છે.