સુરત, રાજકોટ અને અમદાવાદમાં કરફ્યુ લંબાવાયુ

0
1046

રાજ્યમાં કોરોનાના સવારના 10 વાગ્યા બાદ 93 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સાંજના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કાયદાનો ભંગ કરવાના 145 અને રાજકોટમાં 45 ગુના નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here