સે.22 રંગમંચ ખાતે સતત 55માં વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરાશે 

0
117

વર્ષો વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, સેક્ટર-૨૨, રંગમંચ, ગાંધીનગર દ્વારા ૫૫મો ગણેશોત્સવ “ગાંધીનગર ચા રાજા” ની ભવ્ય શોભાયાત્રા, પોલીસ એસ્કોર્ટ સાથે તા. ૦૭/૦૯/૨૦૨૪ શનિવારના રોજ સવારે ૧૦ :30 કલાકે શ્રી એસ કે પટેલ ( કાવ્યરત્ન પરિવાર ) ના નિવાસ્થાનેથી ધોળેશ્વર મહાદેવ પાસે, રાંદેસણ થી નીકળીને રક્ષાશક્તિ સર્કલથી ઇન્ફોસિટિ સર્કલથી ચ રોડ થઈ ચ-૫ થઈને પંચદેવ મંદિર થઈને શુભ સ્થળ સેક્ટર ૨૨ રંગમંચ પહોચી હતી અને ત્યારબાદ શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કાવ્યરત્ન પરિવારજનો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી સંપન્ન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.