સૈફ અલી ખાન અને કરીનાએ આ રીતે મનાવ્યો ઈદનો તહેવાર

0
1104

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ ઈદનો તહેવાર મનાવતાં જોવા મળ્યાં હતાં. ઈદ 2020ને ખાસ બનાવવા માટે સૈફ અલ ખાને પત્ની કરીના કપૂર અને મોટી બહેન કરીશ્મા કપૂરને બિરયાનીની દાવત આપી હતી.

કરીશ્મા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈદના તહેવાર પર સૈફ દ્વાર બનાવવામાં આવેલી બિરયાનીની એક તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં કરીશ્મા કપૂરે લખ્યું હતું કે, શૈફ સૈફુની બેસ્ટ મટન બિરયાની.

તસવીર પર ઈદ મુબારક અને યમના સ્ટીકર પણ લગાવ્યા હતાં. જ્યારે કરીનાએ પણ કરીશ્માી આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને રિપોસ્ટ કરી હતી.

બી ટાઉનની બહેનોની જોડીએ શનિવારે પોતાના પુત્રોની એક તસવીર શેર કરી હતી જેમાં સ્ટાર કિડ્સની લોકડાઉન દરમિયાન ઝલક જોવા મળી હતી.

ત્યારે થોડા દિવસ પહેલા જ કરીના કપૂરે એક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં પતિ સૈફ અલી ખાન સફેદ કપડાનો એક મોટો ટૂકડો પકડીને જોવા મળ્યો હતો તેની પર કરીના, સૈફ અને પુત્ર તૈમુરની હથેળીના નિશાન હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here