સોમનાથને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ આપવામાં આવશે

0
1107

કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. ભારત સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માપદંડો નક્કી કર્યા છે. તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. જેથી આગામી 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં સોમનાથને બેસ્ટ સ્વચ્છ આઇકોનિક પ્લેસનો એવોર્ડ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here