સોમવારે તમામ સરકારી કાર્યાલયોમાં અડધા દિવસની રજા જાહેર

0
137

અયોધ્યા ખાતે યોજાનાર રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકારે પણ ૨૨મી
જાન્યુઆરીના રોજ સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે.
ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં
અયોધ્યા રામમંમદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને કારણે ઉજવણીનો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકારે
મહોત્સવના દિવસે ૨૨મી જાન્યુઆરીએ અર્ધરજા જાહેર કર્યા બાદ ઉત્તરપ્રદેશ,
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ રજા જાહેર કરવામા આવી છે.
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં બપોરે અઢી વાગ્યા સુધી બંધ રાખવામાં આવનાર છે.