સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર 1000 ફુટના ત્રિરંગામાં રંગાયુ

0
1352

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 1000 ફૂટ લાંબો ત્રિરંગો ફેરવવામાં આવ્યો હતો. નર્મદાના કેવડિયા ખાતે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી.

નર્મદા કેવડિયા કોલોની ખાતે કર્ણાટકથી 17 જેટલી બસોમાં 800 લોકો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવો પહોંચ્યા હતા.  તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પરિસરમાં તમામ મહેમાનોએ 1000 ફુટનો ત્રિરંગો માનવ સાંકળ રચી હતી, જેના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનોખો નજારો સર્જાયો હતો.

કર્ણાટકથી સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવા આવેલા આ પ્રવાસીઓએ ત્રિરંગાની ગરિમા જાળવવા માટે ક્યાંય પણ ઝંડો નીચે ન સ્પર્શે તે પ્રકારે સમગ્ર પરિસરમાં ત્રિરંગાને સાચવીને ફર્યા હતા. આ હજાર ફુટના ત્રિરંગો બનાવવામાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો.

કર્ણાટકથી 17 જેટલી બસોમાં 800 લોકો દ્વારા 1000 ફૂટનો ત્રિરંગો ફેરવવામાં આવ્યો હતો. જેને લઇને આયોજકોએ જણાવ્યું કે, રાષ્ટ્રભાવના અને એકતાને સંદેશ આપવા માટે આ પ્રવાસ ખેડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસે 800 લોકો બસ માર્ગે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here