સ્વાસ્થ્ય કર્મચારીઓનો 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત

0
857

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

જાહેરાતો

-પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ભોજન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપવામાં આવશે

-આ પેકેજ 1 લાખ 70 હજાર કરોડનું છે.
– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે.
-1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે. પણ અપાશે.

અમેરિકાએ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું, ઓછી આવકવાળા લોકોને 90 હજાર રૂપિયા મળશે

-મનરેગામાં દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે. 5 કરોડ પરિવારોને ફાયદો થશે.

-8.69 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો તાત્કાલિક ફાયદો મળશે
-ખેડૂતોના ખાતામાં 2000ની પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ નાખી દેવાશે.
-વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના 1000 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે. ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે. આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.

-20 કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના 500 રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે જેથી તેમને ઘરના કામકાજમાં સહાયતા મળે.
-ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. 8 કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here