હજ્જારો અમદાવાદીઓ નાઈટ મેરેથોનમાં દોડ્યા …

0
392

અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે ડ્રગ્સનો સામે પોલીસની ઝુંબેશમાં હજારો લોકો નાઈટ મેરેથોનમાં જોડાયા હતા. હજારો લોકો  રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાસબ્રિજ તરફ ડોટ મૂકી હતી.  અમદાવાદના યુવાનોને હેલ્ધી અને સ્વચ્છ જીવન આપવા માટે પોલીસ દ્વારા કરાવવામાં આવતા પ્રયાસમાં આ નવું પગરણ હતું.​​​ જોકે, 21 કિમીના ફ્લેગઓફના 45 મિનિટ બાદ 10 કિમી માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.ભલે દોડ અલગ અલગ અંતર માટેની હોય પણ દરેકનો ઉદેશ્ય અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા માટેનો જ હતો.