હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ…

0
203

વડોદરામાં કાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા હતા. આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા. જેથી પોલીસ અત્યારે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.હરણી પોલીસ મથકે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ઇ.પી.કો.કલમ 304, 308, 337, 338,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દુર્ધટનામાં 12 બાળકો, બે શિક્ષિકાઓ ના મોત હતાં.વાલીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.નોંધનીય છે કે, આ બોટીંગ રાઈડમાં જોખમી રીતે વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બેસાડ્યા હતાં. આ બોટમાં સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા,રીંગ,દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહીં લગાડી હોવાની બેદરકારી દાખવી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. અવું લાગે છે કે, મોરબી જેવી ધટનાનું ફરી પુનરાવર્તન થયું છે.