હવામાન વિભાગની આગાહી:આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના

0
358

હવામાન વિભાગની એક આગાહીએ ગરબા રસિકો અને ક્રિકેટ ચાહકો બન્નેની આશા પર પાણી ફરી વળ્યું છે. એક તરફ 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ક્રેકિટ મેચ રમાવાની છે. બીજી તરફ 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગની એક આગાહીએ આ બન્ને કાર્યક્રમો પર સંકટ લાવી દીધું છે. આ બન્ને મેગા ઈવેન્ટ પર હાલ સંકટના વાદળો ગેરાઈ રહ્યાં છે. હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતુંકે, અમદાવાદ અને ગાંધીનગર સહિત આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ કરીને 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. એમાંય વાત કરીએ અમદાવાદની તો આગામી 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા છે.