હાર્ટ એટેકથી ગુજરાતમાં 24 કલાકમાં 7 મોત..

0
172

સમય આવી ગયો છે કે સરકાર હાર્ટ એટેક માટે હવે ગંભીરતાથી વિચારી લે. એવું ગુજરાતમાં પહેલા ક્યારેય બન્યુ નથી કે, ગુજરાતમાં લોકો જાહેરમાં આ રીતે ઢળી પડતા હોય. હાર્ટ એટેક કોઈ છુપી બીમારીની જેમ લોકોના હૃદય પર એટેક કરી રહ્યુ છે. જેમાં જીવ જતા વાર પણ નથી લાગતો. ગુજરાતીઓ માટે હાર્ટ એટેક કોરોના કરતા પણ જીવલેણ બની રહ્યો છે. કારણ કે, કોરોનામાં લક્ષણો દેખાય છે અને સારવાર પણ શક્ય છે. પરંતું હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા જ મોત થાય છે. છેલ્લા 24 કલાકમા ગુજરાતમાં 7 લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. તો સુરતમાં બે અને અરવલ્લીમાં એકનું મોત થયું છે. આ તમામ લોકો કામ કરતા કરતા ઢળી પડ્યા હતા. રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લા 24 કલાકમાં 4 લોકોના જીવ ગયા છે. આ તમામ લોકો નાની ઉંમરના હતા. ચારેય લોકોને ચાલુ કામમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને પળવારમાં તેમને મોત આંબી ગયુ હતું. ચાર લોકોના છેલ્લા 24 કલાકમાં હ્રદય બંધ પડી જતા મોત થયા છે.