૨૦૨૨ માં રિતેશ, સોનાક્ષી અને સાકિબ લઈને આવી રહ્યા છે: ‘કાકુડા’

0
563

૨૦૨૨માં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યુ હતું.રિતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમ હવે હૉરર-કૉમેડી ફિલ્મ ‘કાકુડા’ લઈને આવ્યાં છે. આ એક ડિજિટલ ફિલ્મ છે. ૨૦૨૨માં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલથી ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યુ હતું. આ સ્ટોરીમાં એક ગામની વાત કરવામાં આવી છે જેમાં શાપને કારણે એક ભૂત રહેતું હોય છે. આ ભૂત આ ત્રિપુટીને અંધશ્રદ્ધા, ટ્રેડિશન અને પ્રેમ વિશે વિચારતી કરી દે છે. આ ફિલ્મ દ્વારા મરાઠી ડિરેક્ટર આદિત્ય સરપોતદાર બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે જેને રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો હાલમાં એક ફન કૉમેડી ફિલ્મની ખૂબ જ જરૂર છે. મેં જ્યારે આ સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી ‘કાકુડા’ મને પસંદ પડી હતી. આ એક એવી ફિલ્મ છે જેને દર્શક તરીકે હું પણ જોવાનું પસંદ કરીશ.’

આ વિશે રિતેશ દેશમુખે કહ્યું હતું કે ‘સોનાક્ષી અને સાકિબ સાથે આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને હૉરર-કૉમેડી ખૂબ જ પસંદ છે અને એથી જ મને ‘કાકુડા’ ખૂબ જ પસંદ પડી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here