૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી…

0
266

૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં આવી શકે છે વાતાવરણમાં પલટો. જેના કારણે દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ થઈ શકે છે. 2 માર્ચ સુધી દેશમાં ઉત્તરીય પર્વતીય ભાગો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, યૂપી સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.  જ્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં 4 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 8 માર્ચ સુધી કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, પૂર્વ ગુજરાત, પંચમહાલ , ઉત્તર ગુજરાતના મહેસાણા, સમી, હારિજ, કડી, બેચરાજી,  વિસનગર, સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તા. ૧૪ માર્ચથી ૧૯મી સુધી અને એ પછી પણ હવામાનમાં પલટો આવી શકે છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે. તા. 20, 21 માર્ચ દરમિયાન ગરમી વધશે. જ્યારે તા. 24, 26 દરમિયાન સાગરમાં હલચલ આવી શકે છે. કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.