1.39 કરોડના ડ્રગ્સ સાથે નાઈજિરિયન અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડાયો 

0
370

અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સનું સ્મલિંગ થવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદ ઈન્ટરનેશલ એરપોર્ટપરથી ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલાં એક નાઈજિરિયન શખસને કસ્ટમ વિભાગે ડ્રગ્સ  સાથે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે આ નાઈજિરિયન શખસ પાસેથી કેપ્સુલ જપ્ત કરી હતી. આ કેપ્સુલમાં ડ્રગ્સ સંતાડીને નાઈજિરિયન શખસ લઈ જઈ રહ્યો હતો. આ નાઈજિરિયન શખસે જે જગ્યાએ ડ્રગ્સ ભરેલા કેપ્સુલ સંતાડ્યા હતા એ જોઈને કસ્ટમ વિભાગના  અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર બાદ માલૂમ પડ્યું કે, તેણે શરીરના પાછળના ભાગમાં કેપ્સુલ સંતાડેલી છે. જે બાદ તેના શરીરના પાછળના ભાગમાંથી 95 કેપ્સુલ મળી આવી હતી. આ કેપ્સુલમાં પ્રિતબંધિત ડ્રગ્સ હતું. જેની અંદાજિત કિંમત રુપિયા 1.39 કરોડ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here