ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા આવ્યા છે

0
880

ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા આવ્યા છે જ્યારે 2 લોકોના મોત થયા છે. સરકારે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં આ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુ 30 થયા છે.
આજે જે નવા 56 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 42, સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યા છે. આજે જે બે દર્દીના મૃત્યુ થયા છે તેમાં વડોદરામાં એક સ્ત્રી દર્દી (14 વર્ષ) અને સુરતમાં એક સ્ત્રી દર્દી (45 વર્ષ)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં જે 695 કેસ જેમાંથી 8 ક્રિટિકલ છે જ્યારે 598 સ્ટેબલ છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30એ પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here