અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને ભારત મોકલવાની પ્રક્રિયા યથાવત છે.. રવિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોનો ત્રીજો જથ્થો પહોંચ્યો.. જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.. આ તમામ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પોતાના વતન રવાના કરી દેવામાં આવ્યા છે.. સવાલ એ છેકે, અમેરિકાથી હજુ કેટલી ફ્લાઈટ આવી રીતે ભારત આવશે અને ગેરકાયદેસર લોકો પરત ફરશે?અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે.. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે.. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું.. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.