2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયાએ રેકોર્ડ તોડ્યો….

0
327

રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓએ ક્યારેય અનુભવી ન હોય તેવી ઠંડી હાલ અનુભવાઈ રહી છે. પરંતું આ વચ્ચે સૌથી ઠંડુગાર રહેતા નલિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. શિયાળામાં સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ બનાવતા નલિયામાં આ વર્ષે કાશ્મીર જેવુ થીજી ગયું છે. 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા થીજી ગયું છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, કચ્છના નલિયામાં 2 ડિગ્રીનો પારો નોંધાયો છે. જેથી ત્યાં ઠંડી કેવી હશે તે સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જાય. હવામાન ખાતાના લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ઉંચકાયો છે. ડીસા 6.9,  ભુજ 9 ડિગ્રી, અમદાવાદ 10 ડિગ્રી, રાજકોટ 10, અમરેલી-વડોદરા 11.6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. માત્ર નલિયા જ નહિ, કચ્છમાં ભુજનો પારો પર સિંગલ ડિજિટમાં 9 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. ભારે ઠંડીના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે.