2024ની લોકસભા ચૂંટણીમાં લડશે કંગના રનૌત….

0
210

ફિલ્મી દુનિયાની ક્વીન કંગના રનૌત હવે રાજકારણમાં ઝંપલાવવાની છે. 2024માં કંગના રનૌત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આ વાત પર તેના પિતાએ મહોર મારી છે. જોકે, કંગના રનૌત કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેના અંગેની પુષ્ટિ થઈ નથી. કંગના રનૌતને મથુરા, હિમાચલની મંડી કે કેંદ્રશાસિત પ્રદેશ ચંડીગઢથી ચૂંટણી મેદાનમાં ઉતારવા અંગે વિચારણા થઈ રહી છે.ફિલ્મોમાં પોતાના ધાકડ અંદાજ અને દમદાર એક્ટિંગથી ધમાલ મચાવનારી એક્ટ્રેસ કંગના રનૌત હવે રાજકારણમાં પણ ઝંપલાવવાની છે. કંગનાને લઈને લાંબા સમયથી એવી ચર્ચા થઈ રહી હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે. હવે આ અહેવાલોને એક્ટ્રેસના પિતા અમરદીપ રનૌતે કન્ફર્મ કર્યા છે. ગ્લેમર વર્લ્ડની ક્વીન હવે રાજકારણમાં પણ ચમકવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંગનાના પિતા અમરદીપ રનૌતે સ્પષ્ટ કર્યું છે કે, એક્ટ્રેસ ફક્ત ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. જોકે, કંગના કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે પાર્ટી નક્કી કરશે.