રવિવારે રાતે 9 વાગે 9 મિનિટ ઘરોની લાઇટ બંધ કરી, દીવા, મીણબત્તી કે મોબાઇલ લાઇટ પ્રગટાવવી, કોઇએ બહાર ન નીકળવું. : મોદી

0
1228

પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા દેશો ભારતના દેશને અનુસરે છે દેશ સામુહિક લડાઈ લડી રહી છે અને બધા સાથે મળીને લડાઈ લડીશુ. 5 એપ્રિલે રાતે 9 વાગે દેશમાં લાઈટ બંધ કરી ઘરમાં રહીને ટોર્ચ, દીવો કરી દેશને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જઈએ.તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય.. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે.. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું.. હજું કેટલા દિવસો કાપવા પડશે.. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે. 5 એપ્રિલે રાતે 9 વાગે લાઈટ બંધ કરી દીવો કરવા પ્રધાનમંત્રીનું આહ્વાન કરાયું હતું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here