5 ફેબ્રુઆરીએ લોકસભામાં PM મોદીનું સંબોધન

0
208

પાર્ટીએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે તમામ સાંસદ સોમવારે આખો દિવસ ગૃહમાં હાજર રહેશે. ખાસ વાત એ છે કે આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મોટાભાગના સાંસદો ગેરહાજર રહ્યા હતા. એટલા માટે પાર્ટી દ્વારા તમામ સાંસદોને હાજર રહેવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. વર્તમાન સંસદનું અંતિમ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના તમામ લોકસભા સાંસદોને સોમવારે આખો દિવસ ગૃહમાં હાજર રહેવા માટે સૂચનાઓ જાહેર કરી છે. તે જ દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. લોકસભામાં પીએમ મોદીનું આ ભાષણ સાંજે લગભગ 5 વાગ્યે થશે.