5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ

0
944

ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે. 2015 ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 પહોંચી ‌છે. સિંહોની વસ્તીમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વખતે કોવિડ-19ની સ્થિતિમાં સિંહોની વસ્તી ગણતરી કરી‌ શકાઈ નહોતી. આ વખતે 5 અને 6 જૂનના રોજ પૂનમ‌ અવલોકન પધ્ધતિ હાથ ધરાઈ હતી. કુલ 674મા 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49 માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30000 ચો.કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here