50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારની ‘દિવાળી ગિફ્ટ’

0
1305

કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકકરે જાહેરાત કરી છે કે, સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીયરનેસ એલાઉન્સમાં પાંચ ટકાનો વધારો કરાયો છે.

પહેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓનુ ડીએ 12 ટકા હતુ અને હવે સરકારના નિર્ણયથી તે વધીને 17 ટકા થઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે વિવિધ કેન્દ્રીય સરકારી સંસ્થાનોમાં 50 લાખ સરકારી કર્મચારીઓ ફરજ બજાવે છે. મોંઘાવારી ભથ્થુ જુલાઈ 2019થી અમલમાં આવે તે રીતે લાગુ થશે.

પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણોને માનીને આ પગલુ ભર્યુ છે. જાવડેકરે સાથે સાથે ખેડૂતોને રાહત આપતા કહ્યુ હતુ કે, સરકારની ખેડૂતોને આર્થિક મદદ કરવાની કિસાન સન્માન નિધિ યોજના માટે આધાર નંબર આપવાની સમય મર્યાદા વધારાઈ છે. પહેલા આ સમય મર્યાદા એક ઓગષ્ટ હતી હવે તે 30 નવેમ્બર કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here