ધારાસભ્ય રીટાબેન પટેલ આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ 

0
166

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે તા.૬ જૂન ૨૦૨૩, મંગળવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત ૩૬-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટની કલોઝિંગ સેરેમની અને ક્રિકેટની ફાઈનલ મેચ યોજાઇ હતી. પોતાના સરળ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના આગમન સાથે જ મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકો અને કાર્યકર્તાઓ પાસે જઈ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા અને શહેર પ્રમુખ ઋચિર ભટ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ૩૬-GNPLના મોમેન્ટો અને મિલેટ ફૂડ કીટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જઈ બેટિંગ પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત
પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, સહ પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ તેમજ ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ અને ગાંધીનગર સમાચારના તંત્રી શ્રી કૃષ્ણકાંત ઝા નું ૩૬-GNPLના મોમેન્ટો અને મિલેટ ફૂડ કીટ દ્વારા સ્વાગત કરાયું હતું.

વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં ક્રિકેટની ફાઈનલ મેચ કષ્ટભંજન ૧૧ અને શિવ ૧૧ વચ્ચે રમાઇ હતી જેમાં કષ્ટભંજન ૧૧ દ્વારા પ્રથમ બેટિંગ કરતા ૮૯/૮ નો સ્કોર નોંધાવાયો હતો, શિવ ૧૧ એ ઇનિંગ્સની શરૂઆતમાં ઝડપી વિકેટો ગુમાવી દેતા મેચમાં રોમાંચક સ્થિતિ ઉભી થવા પામી હતી, અંતે શિવ ૧૧ એ ૧૨.૧ ઓવરમાં ૯૧/૬ ના સ્કોર સાથે ૩૬-GNPL ની પ્રથમ સીઝનની ફાઈનલ જીતી લીધી હતી. શિવ ૧૧ ના દિલીપ ઠાકોરને મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતા શિવ ૧૧ ટીમને ટ્રોફી અને રૂ.૧,૨૧,૦૦૦ તેમજ રનર્સ અપ કષ્ભંજન ૧૧ ને ટ્રોફી અને રૂ.૫૧,૦૦૦ ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ૩૬ દિવસ સુધી ચાલેલી ૩૬-GNPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ મનોરંજનથી ભરપૂર રહી હતી જેમાં કુલ ૧૫૦ મેચમાં ૨૨૮૬ ચોગ્ગા અને ૧૬૮૬ છગ્ગા સાથે ૩૦૫૯૯ રન નોંધાયા હતા અને ૧૮૦૫ વિકેટનું પતન થયું હતું. ટુર્નામેન્ટમાં ૭૯ અડધી સદી અને ૧૦ સદી નોંધાઈ હતી. ૩૬-GNPL ની પ્રથમ સિઝનમાં ૨૩૪ રન સાથે દાદા ૧૧ ટીમના બળદેવ ઠાકોરને બેસ્ટ બેટ્સમેન અને ૧૪ વિકેટ સાથે દિલીપ ઠાકોરને બેસ્ટ બોલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહિલા ક્રિકેટમાં વિજેતા એચ.ડી.ફિટનેસ જિમ ટીમને ટ્રોફી અને રૂ.૨૧,૦૦૦ તેમજ રનર્સ અપ ડીજીપી ૧૧ ટીમને ટ્રોફી અને રૂ.૧૧,૦૦૦ નું ઈનામ આપવામાં આવ્યું હતું.

૩૬-GNPL વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ ઓમકારેશ્વરને ટ્રોફી અને રૂ.૨૧,૦૦૦ તેમજ રનર્સ અપ શિવશક્તિ ટીમને ટ્રોફી અને રૂ.૧૧,૦૦૦, મહિલા વોલીબોલમાં વિજેતા ટીમ વન્ડર વુમન ને ટ્રોફી અને રૂ.૧૧,૦૦૦ તેમજ રનર્સ અપ વોલી ટીમને ટ્રોફી અને રૂ.૫,૦૦૦ ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા. બેસ્ટ શૂટર તરીકે ઋચિર પરમાર, બેસ્ટ નેટી તરીકે વસંત પટણી, બેસ્ટ ડિફેન્ડર તરીકે પુષ્પેન્દ્ર મોદીને એવોર્ડ એનાયત કરાયો હતો.

ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટ દરમિયાન ગાંધીનગર લોકસભાના આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ અને રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના ૩૬-GNPLના આંગણે પધારવાથી આ ભવ્ય ટુર્નામેન્ટની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે તેમજ ખેલાડીઓ, પ્રેક્ષકો, નાગરિકો તેમજ કાર્યકર્તાઓના ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે.

ધારાસભ્ય રીટાબેન પટેલે ખુબ જ ઉત્સાહ દર્શાવી ૩૬-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમળકાભેર ભાગ લઈ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન જ્વલંત સફળતા અપાવવા બદલ જનતાનો તેમજ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં જેમની અથાગ મહેનત રહેલી છે તેવા ટુર્નામેન્ટમાં વ્યવસ્થા સાથે જોડાયેલા શહેર ભાજપાના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ,