Cyclone Biparjoyની અસર દેખાશે ગુજરાતમાં : 5 દિવસ વરસાદની આગાહી

0
139

Cyclone Biparjoy વાવાઝોડાની અસર ગુજરાત પર દેખાશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલથી એટલે કે, 11 જૂન, 2023થી ગુજરાતભરમાં વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં આજે એટલે કે, 10 જૂને વરસાદની આગાહી છે.

70 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 દિવસ વરસાદ રહે તેવી શક્યતા છે. આ 5 દિવસોમાં સૌરાષ્ટ અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાની અસરના પગલે આગામી દિવસોમાં ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે દિવસ 35થી 40ની સ્પીડે પવન ફૂંકાશે અને છેલ્લા દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છને થશે ખાસ અસર

રાજ્યમાં આવતી કાલથી એટલે કે, 11 જૂનથી પવનની ગતિ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. 12, 14,15 જૂને પવનની ગતિ વધતી જોવા મળશે. તેમજ વરસાદી માહોલ પણ જોવા મળશે. હાલ તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. 12 તારીખથી પવનની ગતી વધવાની ખૂબ શક્યતા છે.