નરેન્દ્ર મોદીએ 30 જૂને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર અને ટેક્નોલોજી સેન્ટર અને યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવનાર એકેડેમિક બ્લોકની ઇમારતનો શિલાન્યાસ પણ કરવાના છે દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે 1922ના રોજ થઈ હતી. છેલ્લા 100 વર્ષોમાં યુનિવર્સિટીએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. હવે તેમાં 86 વિભાગ, 90 કોલેજ, 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે. પીએમ નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે, “ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમારું લક્ષ્ય વિકસિત ભારતને નિર્માણ કરવાનું છે. વિશ્વના લોકો ભારતને જાણવા માંગે છે. વિશ્વમાં ભારતીય યુવાનો માટે તકો ઉભી કરવામાં આવી રહી છે. વિશ્વનું સૌથી મોટું હેરિટેજ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. ભારતીય યુનિવર્સિટીઓની વૈશ્વિક ઓળખ વધી રહી છે. વિશ્વમાં ભારતનું ગૌરવ પણ વધ્યું છે. દેશના યુવાનો કંઈક નવું કરવા માગે છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા હવે એક લાખને પાર થઈ ગઈ છે. મોટી કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.”