દિલ્હીની આ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી…..

0
200

દિલ્હીના દ્વારકામાં આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Delhi Bomb Threat) આપતો મેલ પ્રાપ્ત થયો હતો. આ સાથે જ પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પુષ્પ વિહાર સ્થિત સંસ્કૃતિ સ્કૂલ અને એમિટી સ્કૂલને પણ આવા જ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આમ દિલ્હીની અનેક સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ આવતા જ દિલ્હી પોલીસ અલર્ટ થઈ ગઈ છે.દિલ્હી ઉપરાંત નોઈડાની પણ દિલ્હી પબ્લિક સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જે બાદ પોલીસ અને શાળા પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. સાવચેતીના ભાગરૂપે બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે શાળાઓમાં ધમકીઓ મળી છે ત્યાંથી બાળકોને સુરક્ષાના ભાગ રૂપે બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ સ્કૂલોમાં પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે અને જરૂરી તપાસ હાથ ધરી છે.દિલ્હી પોલીસનું કહેવું છે કે આ જે શાળાઓને ઈમેલ મળ્યા છે તે એક જ ઈમેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ગઈકાલથી અનેક જગ્યાએ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આ બધા જ ઈમેલ એક સરખા પેટર્નના હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન આપવામાં આવી નથી અને એક જ ઈમેલ અનેક સ્કૂલોને મોકલવામાં આવ્યો છે.