રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી……

0
72

સાતમા નોરતે વરસાદ બન્યો વિલન… વડોદરા, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં ગરબા દરમિયાન વરસ્યો વરસાદ… તો હજુ પણ 3 દિવસ છે વરસાદની આગાહી.. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી… દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ… દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે વરસાદી ઝાપટા.. ખેડૂતોના જીવ પડીકે બંધાયા..ગુજરાતના નવરાત્રિના પર્વમાં હવે વરસાદ વિલન બન્યો છે. છ નોરતા શાંતિમય પસાર થયા બાદ હવે સાતમા નોરતાથી વરસાદની એન્ટ્રી થઈ છે. સાતમા નોરતે લગભગ 10 જેટલા જિલ્લાઓમાં વરસાદ ત્રાટક્યો હતો. તો કેટલાક જિલ્લામાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવે બાકીના નોરતા સો ટકા બગડવાના છે. કારણ કે, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.