કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં પ્રમુખ સ્વામી મહારાજને કર્યા યાદ

0
48

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં અનેક મહાનુભવોએ હાજરી આપી હતી. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ વર્ચ્યઅલ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌને પ્રણામ કરીને પોતાનાં સંબોધિનની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103 મી જન્મ જયંતી છે. પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય ડૉ. સ્વામી, કોઠારી સ્વામીજી, વિવેક સ્વામીજી અને બ્રહ્મ વિહારી સ્વામીજી અને 01 લાખથી વધુ કાર્યકરોને જય શ્રી રામ.’ આ કાર્યક્રમને લઈને વધુમાં કહ્યું કે, આ પહેલા પણ અહીં એક સ્ટેડિયમ હતું,નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતું હતું ત્યારે પણ હું આવ્યો હતો અને બની ગયું ત્યારે પણ હું આવ્યો હતો. અહીં અનેક મેચોમાં હાર અને જીતને મેં જોઈએ છે. પરંતુ આજનો આ કાર્યક્રમ મણિકંચન યોગ છે અને પ્રમુખ સ્વામી મહારાજની 103 મી જયંતિ છે, અને કાર્યકર્તાઓને સૂવર્ણ મહોત્સવ છે. અહીં ના તો જય છે ના પરાજય છે.પ્રમુખ સ્વામીના આશીર્વાદથી વિજય જ વિજય છે.’